દાહોદમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

દાહોદમાં ચેટીચંદ નિમિત્તે સિંધી ભાઈઓ તથા બહેનોએ દાહોદ ઝુલેલાલ સોસાયટી ખાતે આવેલ શ્રી  ઝુલેલાલ સંતના મંદિરે સવારથી જ પૂજા અર્ચનામાં લાગી ગયા હતા. ઝુલેલાલ સંતનું મૂળ નામ ઉદેરોલાલ હતું પણ તેઓ પાછળથી “ઝુલેલાલ” ના નામથી ઓળખાય તેઓએ સિંધી સમાજને પાકિસ્તાનમાં  સમાજના ત્રાસ અને ધર્મ પરિવર્તનથી બચાવ્યા હતા અને તેમની રક્ષા પણ કરી હતી. જેના માટે આજે આ સંત ઝુલેલાલ ભગવાન રૂપી પૂજાય છે. અને આ તહેવાર સિંધી ભાઈ – બહેનો મનાવે છે.
દાહોદમાં ઝુલેલાલ સોસાયટીમાં બપોરે મહાઆરતી કરાઈ હતી અને ત્યારબાદ ભંડારો રાખવામાં આવ્યો હતો અને ભંડાર બાદ શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઝુલેલાલ ભગવાન ને રથમાં બેસાડી દાહોદ ગોદી રોડ મંદિરથી નીકળી યાત્રા સ્ટેશન રોડથી ગાંધી ચોક થઇ અને સિંધી સોસાયટી ખાતે પૂર્ણાહુતિ થઇ હતી. જેમાં સંધિ સમાજનાં તમામ ભાઈ બહેનોએ જોડાઈ અને “આયોલાલ ઝુલેલાલ” ના નારા લગાવી સિંધી નૃત્ય કરતા કરતા અતિશબાજી કરી અને આનંદ માન્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: