દાહોદમાં વિશ્વ તમાકુ નિષેધની ઉજવણી સંદર્ભે જનજાગૃતિ રેલી કાઢી

KEYUR PARMAR – DAHOD
સમગ્ર વિશ્વમાં આજે 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. જેના ભાગ રૂપે આજે દાહોદમાં પણ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે દાહોદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા આજે વહેલી સવારે 8.00 કલ્લાકે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી દાહોદની તાલુકા શાળાએથી નીકળી હતી. આ રેલીને દાહોદ જિલ્લાના કલેકટર જે.રંજીથકુમાર, ડી.ડી.ઓ સુજલ મયાત્રા, સી.ડી.એચ.ઓ  જે.જે પંડ્યા, એડી. એચ.ઓ  પહાડીયા, પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, દાહોદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન તથા અન્ય અધિકારીઓએ ભેગા મળી અને રેલીને ફ્લેગઓફ કરી હતી.
દાહોદની કન્યા શાળાએથી નીકળી અને આ રેલી દાહોદના ગાંધી ચોકથી, એમજી રોડ થી તળાવ ઉપર થઇ, ભગિની સર્કલ થી વિશ્રામગૃહ વાળા રોડે થઇ અને બ્રહ્માકુમારીના હોલ ખાતે સમાપન કરવામાં આવી હતી. આ રેલીમાં દાહોદની નર્સિંગ કોલેજની બહેનો, આશા વર્કરો, બ્રહ્માકુમારીના ભક્તો, ગાયત્રી પરિવારના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓ પણ જોડાયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: