દાહોદમાં રેગ્યુલર ટેસ્ટમાં 7 અને રેપિડ ટેસ્ટમાં 10 કેસ નોંધાયા

  • રવિવારે માત્ર 17 જ કેસ નોંધાતાં ગભરાયેલાં લોકોને રાહત મળી

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:00 AM IST

દાહોદ. રવિવારે દાહોદ ખાતે કોરોનાના 17 નવા દર્દીઓ નોંધાવા પામ્યા હતા. તા.2ને રવિવારે જાહેર થયા મુજબ 104 રેગ્યુલર ટેસ્ટના સેમ્પલો પૈકી 7 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ કીટના 120 સેમ્પલો પૈકી પોઝિટિવ આવેલ 10 દર્દીઓ સાથે કુલ 17 વ્યક્તિઓ નવા પોઝિટિવ જાહેર થયા હતા.

તા.2ને રવિવારે દાહોદમાં પોઝિટિવ જાહેર થયેલા 17 વ્યક્તિમાં પરમેશ્વરીબેન કેવલાની, કલાબેન પ્રજાપતિ, સિરાજ કથીરિયા, ભેમજીભાઇ ભરવાડ, પંકજ ભરવાડ, બ્રિજેશ ભરવાડ અને મુરલીભાઈ અગ્રવાલ રેગ્યુલર ટેસ્ટમાં અને નગીનદાસ જયસ્વાલ, શ્રુતિબેન પંચાલ, કેયુર શ્રીમાળી, રુદ્ર પટેલ, નિર્મળાબેન સોલંકી, શબ્બીરભાઈ દલાલ, ઈલિયાસભાઈ જીનીયા, તસનીમબેન ભાટીયા, નિલેશભાઈ પરમાર અને નિસર્ગ પરમાર પોઝિટિવ હોવાનું જાહેર થયું હતું. આ 17 વ્યક્તિઓ પૈકી 9 દર્દીઓ દાહોદ શહેરના છે. ઉલ્લેખનિય છે કે દાહોદ જિલ્લામાં દરરોજ 30થી વધુ કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયેલો છે ત્યારે રવીવારે કેસમાં ઘટાડો થતાં ક્ષણિક રાહત થઇ હતી.

ઝાલોદ તાલુકામાં કોરોનાના નવા 8 કેસ, શહેરના 6 કેસ નોંધાતાં સ્થિતિ ગંભીર
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોએ ઉછાળો મારતા જિલ્લાની પરિસ્થિતિ ઘણી ગંભીર થતી જાય છે ત્યારે ઝાલોદ તાલુકો પણ બાકાત રહ્યો નથી. ઝાલોદ તાલુકામાં પણ કોરોના કેસ વધતા જાય છે. રવિવારે તાલુકામાં ૮ નવા કેસ નોંધતા લોકોમાં ડરની લાગણી જોવા મળી હતી. વધતા કેસના લીધે લોકો દ્વારા માસ્ક પેહરવા સાથે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પણ પાલન કરવામાં આવે તેની પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: