દાહોદમાં મોત બાદ બાળકીને રિફર કર્યાના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો

તબીબની નિષ્કાળજીને કારણે મોતનો પરિવારનો બળાપો : અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ પાંચ દિવસની બાળકીનું પોસ્ટ…

 • Dahod - દાહોદમાં મોત બાદ બાળકીને રિફર કર્યાના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો

  દાહોદ શહેરના પરેલ વિસ્તાર સ્થિત ત્રણ રસ્તા ઉપર રહેતાં સુશીલાબેન હરિશચંદ્ર વર્માએ મહેર હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. 11/10/2018ના રોજ બાળકી બીમાર થતાં સુશીલાબેન અને જેઠાણી સુષ્માબેન શહેરના બસ સ્ટેશન સામે આવેલી બાળકોની કિલ્લોલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. તબીબની સલાહથી બાળકીને દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે સવારમાં તબીબે નાની છોકરીની સોનોગ્રાફી તથા બ્લડ રિપોર્ટ કરાવાયો હતો. બપોરના

  …અનુ. પાન. નં. 2

  વોન્ટીલેટરની જરૂર હતી માટે રિફર કરી

  બાળકીને ઇન્ફેક્શન ઘણું હતું. તબિયત સીરીયસ થતાં તેને વેન્ટીલેટરની જરૂરિયાત હોવાથી મેં ઝાયડસમાં રિફર કરી હતી. હું ત્યાં વિઝીટમાં જતો હોવાથી મેં તમામ તબીબોને ભેગા કરીને સારવાર શરૂ કરાવી હતી. સાંજના ચાર વાગ્યે બાળકીનું નિધન થઇ ગયું હતું. ધમકી મળતી હોવાથી મેં પ્રોટેક્શન માટે પોલીસ મથકે અરજી આપી છે.ડો.પ્રત્યુષભાઇ રોઝ, કિલ્લોલ હોસ્પિટલના તબીબ

  દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકને ઝાયડસમાં રિફર કરાયા બાદ તેનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો હતો. તસવીર સંતોષ જૈન

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: