દાહોદમાં મોટે ઉપાડે બનાવાયેલું કુત્રિમ તળાવ ખાલી કરવા મશીનો મુકાયાં

વ્યવસ્થા

  • Dahod - દાહોદમાં મોટે ઉપાડે બનાવાયેલું કુત્રિમ તળાવ ખાલી કરવા મશીનો મુકાયાં

    દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ ખોદવાનો તંત્ર દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ નિર્ણય લઇ તેનું કામકાજ ચાલુ કરાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના કર્મચારીઓએ જે.સી.બી., ટ્રેક્ટર, સહિતના સાધનોની મદદથી નહેરુ બાગની સામેના ખુલ્લા પ્લોટમાં 10 લાખના અંદાજિત ખર્ચે 20 ફુટ ઉંડુ આ કૃત્રિમ તળાવ બનાવી નાખ્યું હતું. જોકે, આ તળાવમાં તાજિયા વિસર્જીત થયા ન હતાં સાથે ગણેશ વિસર્જનના રોજ માત્ર 20 નાની પ્રતિમા વિસર્જીત થઇ હતી. આ તળાવની માટી ચીકણી હોવાથી તેને ચારે તરફથી કોર્ડન કરી દેવાયું હતું.

    વિસર્જનના એક સપ્તાહ બાદ આ કુત્રિમ તળાવમાં ભરાયેલું પાણી ખાલી કરવા માટે રવીવારે મશીનો મુકવામાં આવ્યા હતાં. આ પાણી નજીકમાં આવેલી ગટરમાં વહેવડાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. વીસ ફુટ ઉંડુ તળાવ પાણીથી છલોછલ છે ત્યારે આ પાણી કેટલાં દિવસમાં ખાલી થાય છે તે જોવું રહ્યું.

    દાહોદમાં ગણપતિ વિસર્જન માટે બનાવેલું કુત્રિમ તળાવ ખાલી કરવા મશીનો મુકયા હતાં. સંતોષ જૈન

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: