દાહોદમાં ભાજપના કાઉન્સિલર સહિત 8 લોકો જુગાર રમતા પકડાયા, પોલીસે 11,200નો મુદ્દામાલ જપ્ત કર્યો

દિવ્ય ભાસ્કર

Aug 09, 2020, 10:09 PM IST

દાહોદ. દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર સહિત 8 આરોપીઓ જુગાર રમતા પકડાયા છે. દાહોદના પડાવ વિસ્તારમાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ભાજપના કાઉન્સિલર રાજુ પરમાર સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે 11,200ની રોકડ પણ જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજુ પરમાર દાહોદ નગરપાલિકા વોર્ડ 9ના ભાજપના કાઉન્સિલર છે.






Related News

Comments are Closed

%d bloggers like this: