દાહોદમાં ભંડારાની રસોઇ 50 ગણેશ મંડળોની મદદથી બચી

મદદકાર્ય

  • Dahod - દાહોદમાં ભંડારાની રસોઇ 50 ગણેશ મંડળોની મદદથી બચી

    દાહોદના સ્ટેશનરોડ સ્થિત ચાર થાંભલા ગણેશોત્સવમાં શનિવારે એક વિશાળ ભંડાર યોજવામાં આવ્યો હતો. આશરે 2500 માણસની રસોઇ બની ચુકી હતી. ત્યારે બપોર બાદ દાહોદ ખાતે વધુ જોરશોરથી વરસાદ ચાલુ થઇ જતા તૈયાર થયેલ રસોઈ બગડે તેવી સંભાવનાઓ સામે આવતા આ ગણેશોત્સવના આયોજકોએ સત્વરે નિર્ણય લઇ અનાજનો વ્યય ન થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી દાહોદના વિવિધ ગ્રુપોમાં મેસેજ વહેતા કર્યા હતાં.

    અત્રે બનેલી રસોઈ પોતાના ઘરેથી પાત્ર લઈને લઇ જવાની વિનંતી કરી હતી. જે બાદ સાંજના સાત વાગ્યાથી સ્ટેશનરોડ સ્થિત શીતળામાતાના મંદિરે આવીને સેંકડો લોકોએ દાળભાત, શાક, પુરી, બુંદી અને ફૂલવડીનું ભાથું ધરાવતી તૈયાર રસોઈ લઇ જતા આયોજકોએ થોડે ઘણે અંશે હાશકારો અનુભવ્યો હતો. દાહોદવાસીઓએ આયોજકોના આ ઉમદા અભિગમની સરાહના કરવામાં આવી હતી.

    આ મેસેજ થકી આશરે 50 થી વધુ ગણેશ મંડળોને જાણ કરવામાં આવતા વિતરણનું આ કાર્ય વધુ સરળ બન્યું હતું. 50થી વધુ ગમેશ મંડળોની મદદથી મોટી માત્રામાં ભંડારાની 2500 આશરે માણસોની રસોઇ બગડતાં બચી હતી.

    દાહોદના સ્ટેશનરોડ સ્થિત ચાર થાંભલા વિસ્તારમાં ભંડારો કરાયો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: