દાહોદમાં પીવાના પાણીની સમસ્યા વકરી: ગોદીરોડમાં છ દિવસે એકવાર અપાતો પાણીપુરવઠો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વીજવિભાગની અનિયંત્રિત વીજ ઉપલબ્ધતા કારણભૂત
  • 6 દિવસે એક જ વખત અને તે પણ માત્ર 45 મિનિટ પાણી

દાહોદની પાણીની જરૂરિયાત આશરે 20 એમ.એલ.ડી.ની છે. જેમાં આશરે 6 થી 7 એમ.એલ.ડી. પાણી પાટાડુંગરી પુરું પાડે છે. અને આશરે 11 થી 12 એમ.એલ.ડી.ની કડાણા જળાશય દ્વારા પૂર્તિ થાય છે. અનેક વર્ષો રાહ જોયા બાદ, લડત આપ્યા બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદ શહેર તથા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ તરીકે દાહોદને કડાણા યોજનાની ભેટ આપી. અને દાહોદ ખાતે કડાણાના નીરનું આગમન થયા પછી અમુક ખામીઓ સામે આવી છે.

એમાં પાણીને ઉપર ચઢાવવા માટે વપરાતી ઇલેક્ટ્રિક મોટરોનું‌ મેઈન્ટેનન્સ અને એ માટે વપરાતી વીજળીના બીલનું ભારણ દાહોદ નગર સેવા સદન પર આવવા સાથે એમ.જી.વી.સી‌.એલ.ની અનિયંત્રિત વીજ ઉપલબ્ધતા જવાબદાર છે એવું જાણવા મળેલું છે.

વીજ વિભાગ દ્વારા અપાતા અનિયંત્રિત પ્રવાહના કારણે મોટરમાં વારંવાર ખામી સર્જાવાથી ખાસ કરીને ગોદીરોડ વિસ્તારમાં સમસ્યા ખૂબ વકરતા સરેરાશ 6 દિવસે એક જ વખત અને તે પણ માત્ર 45 મિનીટ જેટલો સમય જ પાણી પુરવઠો પ્રાપ્ત થાય છે તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ અનિયંત્રિત પ્રવાહના કારણે અગાઉ એકાંતરે દિવસે આવતું પાણી હવે ચોથા દિવસે મળતું થયું છે.

4 થી લઈ 6 દિવસે એકવાર પાણી અપાય તો પાલિકા કે વીજતંત્ર, જે પક્ષે ખામી હોય સત્વરે આનું નિરાકરણ લાવવું રહ્યું
કડાણા જેવી કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલી યોજનાના આગમન બાદ પણ જે તે યાંત્રિક સમસ્યાઓને લઈને જીવનની પ્રાથમિકતા ગણાતું પીવાનું પાણી, ખાસ કરીને ગોદીરોડ સહિત શહેરભરમાં 4 થી લઈ 6 દિવસે એકવાર અપાય તો દાહોદ સ્માર્ટ સીટી કેવી રીતે ગણાય? પાલિકા કે વીજતંત્ર, જે પક્ષે ખામી હોય સત્વરે આનું નિરાકરણ લાવવું રહ્યું. -અતુલ બંટી જૈન, ગોદીરોડ

કોરોનાના લીધે આ કામ થઇ શક્યું ન હતું, હવે થઇ જશે
જયારે પાણીની આ લાઈન ચાલુ થઇ ત્યારે 5 વર્ષના મેઇન્ટેનન્સ માટે જે એજન્સી નક્કી થઇ હતી તેનો કાર્યકાળ ગત વર્ષે પૂરો થયો છે. બાદમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી એજન્સી સાથે મેઇન્ટેનન્સ માટે કરાર કરવામાં આવ્યા બાદ કોરોના અને લોકડાઉન આવતા સ્વાભાવિક આ કામ ઠેલાયું હતું. જો કે હવે બધું નોર્મલ થઇ રહ્યું છે ત્યારે આ સમસ્યાનું સત્વરે નિવારણ આવી જશે. >લખન રાજગોર, કારોબારી ચેરમેન, દાહોદ પાલિકા

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: