આજથી સાડા ત્રણ દાયકા અગાઉ તા: 04-10-1984 ના રોજ મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈની અધ્યક્ષતામાં 1984 માં દશેરાના દિવસે વનકર્મીઓ સહિત માત્ર 18 સભ્યોની ઉપસ્થિતિમાં સ્થપાયેલ પ્રકૃતિ મિત્ર મંડળ, આજે તો સાવ નાનકડા બીજમાંથી 650 ઉપરાંત સભ્યો સાથે પાંગરી ચુકેલ વિશાળ વટવૃક્ષ બની દાહોદના કૈંક પ્રકૃતિપ્રેમીઓને માટે છાંયો આપતું આશ્રયસ્થાન બની ચુક્યું છે. પ્રકૃતિ મિત્ર મંડળ અંતર્ગત કાર્યરત શાળાના વિદ્યાર્થીઓ કાજે સ્ટુડન્ટસ નેચર ક્લબ, લેડીસ નેચર ક્લબ અને સીનીયર સિટીઝન નેચર ક્લબ જેવા
…અનુ. પાન. નં. 2
પ્રકૃતિપ્રેમીઓ ભારતબહારના જંગલો ખુંદી ચુક્યા
ગત વર્ષોમાં આ સંસ્થા થકી દાહોદવાસીઓને રતનમહાલથી લઈ રણથંભોર, વેળાવદર કે સાસણગીર, ડાંગ, હિમાલય કે જીમ કોર્બેટના જંગલો ખૂંદવાની તક પ્રાપ્ત થઈ છે. વૃક્ષારોપણ, આકાશ દર્શન, સ્નેક રેસ્ક્યુ, સાહસિક પ્રવૃતિઓ સહિત પર્યાવરણ જાગૃતિની અનેક પ્રવૃતિઓ થતી રહે છે. તો અવારનવાર થતા કેમ્પ અંતર્ગત તમામ અભયારણ્યો આ લોકો ખુંદી ચુક્યા છે.
10,000 થી વધુ વૃક્ષો ઉછેરી પ્રકૃતિપ્રેમ ઉજાગર કર્યો
દાહોદમાં છેલ્લા દોઢ- બે દાયકા દરમ્યાન આ સંસ્થાના સમર્પિતો દ્વારા ખૂબ મોટે પાયે સફળ વૃક્ષારોપણ થયું છે. લગભગ 10,000 વધારાના વૃક્ષો પાંગરી ચુક્યા છે. હાલના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી(બબલુ) અને મંત્રી સાકીર કડીવાલાની ટીમ દ્વારા સહુને સાંકળતા કાર્યક્રમો યોજાતા રહે છે. તાજેતરમાં જ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના વર્કશોપમાં પણ 700 લોકોએ ભાગ લઇ કાર્યક્રમ સફળ બનાવેલો.
Comments are Closed