દાહોદમાં પરિવારના 5ના આપઘાતમાં ઝેરી દવાથી જ મૃત્યુ થયાનો રિપોર્ટ, PM બાદ તબીબનું પ્રાથમિક તારણ આપ્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પરિવારના સભ્યોના આપઘાતથી આક્રંદ કરતી મહિલાઓ

દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત સુજાઈબાગ વિસ્તારમાં તા.4-9-20 ના રોજ બનેલા ચકચારી સામુહિક આપઘાતકાંડ બાદ દાહોદ પોલીસ તંત્ર દ્વારા આ દિશામાં સઘન તપાસ કરવામાં આવતા હજુ આ પાંચ વ્યક્તિઓના સામુહિક આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. પરિવારના પાંચેય સભ્યના મોત ઝેરી દવાને કારણે જ થયા હોવાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે.

તમામે ઝેરી દવા પીધી હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું
દાહોદના સુજાઈબાગના બતુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને આર્થિક ભીંસથી પીડાતા સૈફીભાઈ ઉર્ફ સૈફુદ્દીનભાઇ દુધિયાવાળા, તેમના પત્ની મહેજબીનબેન અને ત્રણ દીકરીઓ ઝૈનબ, અરવા અને હુસૈનાના સામુહિક આપઘાતકાંડથી દાહોદમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટના સ્થળે સવારથી જ લોકટોળા જામ્યા હતા.ત્યારે બનાવની જાણ થતા જ દાહોદ પોલીસ તંત્રના અધિકારીઓએ મૃતકના ઘરે આવ્યા બાદ ઘનિષ્ઠ તાપસ આદરી હતી. આરંભે તેઓના સ્વજનોની પૂછપરછ બાદ તમામ પાંચેય લાશોને કબ્જે લઈને દાહોદ પોલીસ તંત્ર દ્વારા તેઓનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા તબીબોના મતે પ્રાથમિક રિપોર્ટમાં આ તમામ પાંચેય વ્યક્તિઓના મૃત્યુ ઝેરી દવા પીવાથી થયા હોવાનું જાણવા મળ્યું છે. સતત બીજા દિવસે પણ વ્હોરા સમાજ સહિત દાહોદમાં આ ચકચારી આપઘાતની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી અને લોકો દ્વારા આ બનાવ બાબતે અનેક તર્કવિતર્કો વહેતા થવા પામ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ પાંચેયની અંતિમવિધિ કરાઇ હતી. પોલીસ તલસ્પર્શી તપાસમાં જોતરાઇ છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: