દાહોદમાં નિયમોના ભંગ બદલ એક દુકાન અને રેસ્ટોરન્ટને સીલ કરાઇ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:00 AM IST

દાહોદ. રામેશ્વર નમકીન ઍન્ડ રેસ્ટોરન્ટ અને નંદની બ્યુટી નામની કટલરીની દુકાનને પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવી છે. આ દુકાનો દ્વારા સામાજિક અંતરના નિયમો, માસ્ક અને સેનીટાઈઝર જેવા નિયમોનું પાલન ન કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા સઘન ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. દાહોદ નગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એ જરૂરી છે કે વેપારીઓ જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરે. આ નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: