દાહોદમાં નવજાત શિશુને ત્યજી જનારી મહિલા સામે ગુનો દાખલ

દસ દિવસ પહેલાં જંગલમાંથી મળ્યું હતું સાકરિયા ગામે બનેલ બનાવ

  • Dahod - દાહોદમાં નવજાત શિશુને ત્યજી જનારી મહિલા સામે ગુનો દાખલ

    સીંગવડ તાલુકાના સાકરિયા ગામે કોઇ અજાણી માહિલા પોતાનું પાપ છુપાવવા દશેક દિવસ પહેલા એક બાળકને જન્મ આપ્યા બાદ તે નવજાત શિશુને ગતરોજ વહેલી પરોઢે અંધારામાં જંગલમાં રોડની એક બાજુ રડતુ મુકી નાસી ગઇ હતી. દરમિયાન જંગલ માથી પસાર થતાં નરવતભાઇ દલાભાઇ ભગોરાને બાળકનો રડવાનો અવાજ સંભળતાં શિશુ અંગેની જાણ થઇ હતી. ગ્રામજનો જંગલમાં ઘટના સ્થળે દોડી જઇ આ મામલે પોલીસને જાણ કરી હતી. મધુબેન રમેશભાઇ નાયક નવજાત શિશુને પોતાના ઘરે લઇ ગયા હતા. આ મામલે નરવતભાઇ ભગોરાએ રણધિકપુર પોલીસ મથકે જાણ કરતાં અજાણી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: