દાહોદમાં ધાબેથી પસાર થતી વીજ લાઇન દૂર કરાઇ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં માલીબેન આર.બીલવાળે પોતાના મકાનના ધાબા પરથી મધ્ય ગુજરાત વીજ કંપની દાહોદ દ્વારા ઇલેક્ટ્રીક કેબલની લાઇન પસાર થતી હતી. જેને કારણે અકસ્માત થવાની સંભાવના હોવાની રજૂઆત ગ્રાહક સુરક્ષા મંડળમાં કરવામાં આવી હતી. મંડળ દ્વારા મુખ્ય ઇજનેરને લેખીત નોટિસ તેમજ ટેલીફોનીક રજૂઆત કરતા મુખ્ય ઇજનેર મહેશભાઇ ચૌધરીએ અંગત રસ લઇ માલીબેનના ધાબા પરથી પસાર થતી વીજ લાઇન ખસેડીને અકસ્માત ન થાય તે રીતે કાર્યવાહી કરી હતી. વીજ લાઇન દૂર થતાં પરિવારના માથે તોળાતુ અકસ્માતનું સંકટ દૂર થયું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: