દાહોદમાં દેશદાઝની ભાવના જગાવવા ગાંધીજી દ્વારા 31 સભા કરાઇ હતી

ગાંધીજી રોકાયેલા તે સ્થળ સાચવવા ના બદલે હાલમાં અદ્યતન ભવનમાં તબદીલ ગાંધીજીનું દાહોદમાં 1919 અને 1925 માં એમ બે…

  • Dahod - દાહોદમાં દેશદાઝની ભાવના જગાવવા ગાંધીજી દ્વારા 31 સભા કરાઇ હતી

    રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ 2જી ઓક્ટો.ને દેશભરમાં સ્વચ્છતા માટે ઉજવાનાર છે. જેના માટે અમદાવાદ આવેલા દેશવિદેશથી સેંકડો મહેમાનોને ગાંધી આશ્રમ અને ગાંધીજીએ મુલાકાત કરેલ સ્થળોની મુલાકાત લેવડાવવામાં આવનાર છે. આજથી લગભગ 100 વર્ષ અગાઉ દાહોદમાં ગાંધીજીએ જ્યાં ત્રણ દિવસ રોકાણ કરેલું તે સ્થળ અત્યારે અદ્યતન ઇમારતમાં તબદીલ થઇ ચૂક્યું છે. શહેરમાં 2 વાર આવેલા ગાંધીજીએ દેશદાઝની ભાવના જગાવવા માટે 31 મીટીંગો કરી હતી.

    …અનુ. પાન. નં. 2

    દાહોદના વેપારીએ તમામ વિદેશી કાપડની હોળી કરી હતી

    વિદેશી માલના બહિષ્કાર અંગે દાહોદના વેપારીઓ સાથે મીટીંગ ચાલતી હતી ત્યારે તેમાં દાહોદના તે સમયના કાપડના મોટા વેપારી ગણાતા કેશવલાલ છગનલાલ દેસાઈ પણ હતા. તેઓ ગાંધીજીની સમજાવટથી પોતાની બોમ્બે સ્ટોર નામની દુકાનમાં વિદેશી કાપડનો જેટલો પણ માલ હતો તે બધો લઇ આવી તેની જાહેરમાં હોળી કર્યાની પણ નોંધ છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: