દાહોદમાં દસ દિવસની સેવા બાદ પ્રજામાં ગણેશ વિસર્જનનો ઉત્સાહ

વરસાદને કારણે બહુધા લોકોએ અન્ય વિસ્તારમાં જવાનું ટાળ્યું પાલિકા અને પોલીસ તંત્ર સજ્જ : કૃત્રિમ તળાવે પણ…

  • Dahod - દાહોદમાં દસ દિવસની સેવા બાદ પ્રજામાં ગણેશ વિસર્જનનો ઉત્સાહ

    ગણેશોત્સવના અંતિમ દિવસે શનિવારે સવારથી જ શહેરમાં ઝરમરથી લઇ મોટા ઝાપટા સુધીનો વરસાદ નોંધાતા દાહોદવાસીઓના અંતિમ દિવસે ઝાંખીઓ અને કરવા ધારેલા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન ઉપર રીતસર પાણી ફરી જવા પામ્યું હતું. જો કે દિવસભર વરસેલા વરસાદને લઈને દાહોદમાં ઠેરઠેર પાણીનો ભરાવો અને કીચડ થતા બહુધા ભક્તોએ પોતાના જ વિસ્તારોમાં ગણેશજીની આરાધના કારી હતી. અને અન્ય વિસ્તારોમાં દર્શનાર્થે જવાનું ટાળ્યું હતું.

    દાહોદના શહેરી વિસ્તારમાં જ આશરે 75 થી 100 સ્થળે મોટા અને અન્ય વિસ્તારોમાં નાના ગણપતિની સ્થાપના મળીને કુલ આશરે 2000 જેટલી ગણેશ પ્રતિમાઓ સ્થાપી હોવાનો અંદાજ છે. દસ દિવસથી આતિથ્ય માણતા ગણપતિબાપાને ભાવભીની વિદાય આપવા જે તે મંડળો દ્વારા એકથી એક ઝાંખીઓ અને સજાવટની તડામાર તૈયારીઓ થઇ ચુકી છે પરંતુ વરસાદે રંગમાં ભંગ પાડતા ખાસ કરીને આયોજકોનો મૂડ બગડ્યો હતો. જો કે દાહોદના યુવાનોએ જણાવ્યું હતું કે રવિવારે વિસર્જન સમયે પણ ભલે ને વરસાદ હશે તો પણ શ્રીજીને દબદબાભેર વિદાય આપવાની સહુની મક્કમતા છે. તો નગર પાલિકા તંત્ર દ્વારા સ્વાગત

    …અનુ. પાન. નં. 2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: