દાહોદમાં દરજી સમાજમાં ધામધૂમથી ભાગવત સપ્તાહની ઉજવણી કરવામાં આવી

KEYUR PARMAR – DAHOD
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય શહેર દાહોદ ખાતે દરજી સમાજ દ્વારા તેમની જમણવાડી ખાતે ભાગવત સપ્તાહની ઉજવણી ધામધૂમથી તા.૩૧/૦૮/૨૦૧૭ ગુરુવારના રોજ થી તા.૦૬/૦૯/૨૦૧૭ બુધવાર સુધી દરજી સમાજના ગૌર મહારાજ ગિરધારીભાઈ જાની દ્વારા ભાગવત ગીતાનું રસપાન આ પુરા સપ્તાહ કરવામાં આવ્યું.

આ ભાગવત સપ્તાહના છેલ્લા દિવસે દરજી સમાજની જમણવાડી ખાતે સાંજે ભાગવત ગીતાની પૂજા અર્ચના કરી આરતી કરવામાં આવી ત્યારબાદ ગીતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દોલતગંજ બજારમાં આવેલ દરજી સમાજની જમણવાડી થી નીકળી મુખ્ય બજાર થઈ પોસ્ટ ઓફીસ વાળા રસ્તે એમ.જી.રોડ થઈ પરત દોલતગંજ બજાર વાળા રસ્તે ગૌશાળા થી માર્કેટ યાર્ડ વાળા રસ્તે દરજી સોસાયટી ખાતે આવેલ ગૌર મહારાજ ગિરધારીભાઈ જાનીના નિવાસ સ્થાને પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ સમસ્ત દરજી સમાજનું પંચામૃત ભોજનનું સુંદર આયોજન દરજી સોસાયટી સ્થિત દરજી સમાજના ભવનના મુખ્ય હોલમાં કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: