દાહોદમાં ડિજિટલી યોગની તાલીમ અપાશે, યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત
- યોગ કોચ વિનોદભાઇ પટેલનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું
દિવ્ય ભાસ્કર
Aug 08, 2020, 04:00 AM IST
દાહોદ. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા રાજયના યોગ તાલીમ પામેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો. દાહોદ જિલ્લાના સેવા સદન ખાતેથી ડિઝિટલ માધ્યમથી આ કાર્યક્રમમાં મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર અને તાલીમ પામેલા યોગ ટ્રેનરો જોડાયા હતા.
યોગ એ સ્વસ્થ રહેવા માટેનો સૌથી મોટો કિમિયો છે
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે મંત્રી અને સાંસદએ યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપ્યા હતા અને જિલ્લામાં વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવા જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાના યોગ કોચ વિનોદભાઇ પટેલને પણ પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું હતું. રાજયમાં સૌથી વધુ નાગરિકોને યોગ તાલીમ આપવામાં વિનોદભાઇ ટોચના પાંચ યોગ કોચમાંના એક છે. મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, યોગ એ સ્વસ્થ રહેવા માટેનો સૌથી મોટો કિમિયો છે. જીવનભર યોગ કરી સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે. માટે યોગને દિનચર્યાનો ભાગ બનાવવો જ રહ્યો. તેમજ ઉપસ્થિત 19 યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને રમત ગમત અધિકારી વિરલ ચૌધરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન અને સભ્યઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Related News
આગ: દાહોદના દેવગઢ બારીઆની જનરલ હોસ્પિટલના દવાના સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી, દવાના જથ્થાને નુકસાન
Gujarati News Local Gujarat Dahod A Fire Broke Out In The Drug Store Of DevgarhRead More
ભેળસેળિયા દંડાયા: દાહોદ અને ગરબાડામાંથી લીધેલા વેપારીઓની દુકાનના સેમ્પલ નુકસાનકારક જાહેર થતા દંડ ફટકાર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
Comments are Closed