દાહોદમાં જિલ્લા કક્ષાના વીમા કંપની તરીકે ભારતીય એક્ક્ષા જનરલ ઈન્સ્યોરન્સ પ્રા.કંપની લી.ને નક્કી કરવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
પ્રધાનમંત્રી ફસલ વીમાં યોજના અંતર્ગત જે ખેડૂતોએ પાક વીમો લીધો હોય અને નુકસાન થયુ હોય તેમણે આ કંપનીનો સંપર્ક કરવો. – કંપનીનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૩૨૨૯૨
દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમાં યોજના અંતર્ગત જે ખેડૂતોએ પાક વીમો લીધો હોય અને તાજેતરના વરસાદથી ખેતી પાકોમાં નુકસાન થયું હોય તો આ બાબતે તેમણે દાહોદ જીલ્લા માટે નિયત થયેલી ભારતીય એક્ક્ષા જનરલ ઈન્સ્યોરન્સ પ્રા. કંપની લી. નાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૨૨૯૨ પર ફોન કરી જાણ કરવી. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), દાહોદએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. વધુમાં, જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, ચાકલીયા ચોકડી, બી.એસ.એન.એલ.ની ઓફીસમાં ઉપરાંત તાલુકા કક્ષાની ભારતીય એક્ક્ષા જનરલ ઈન્સ્યોરન્સ પ્રા.કંપની લી.ની કચેરી નો સંપર્ક કરી અરજી આપી શકાશે અને ગ્રામ કક્ષાએ ગ્રામ સેવકનો સંપર્ક કરી નુકસાની અંગે જાણ કરી શકાશે.
દાહોદમાં જીલ્લા કક્ષાના વીમા કંપની તરીકે ભારતીય એક્ક્ષા જનરલ ઈન્સ્યોરન્સ પ્રા.કંપની લી.ને નક્કી કરવામાં આવી છે. જીલ્લા મેનેજર કક્ષાના અધિકારીનાં નામ અને મોબાઈલ નંબર આ મુજબ છે : – મિતલ બામણીયા – મો. ૮૧૨૮૪૮૯૩૩૨, સંકેત કટારા – મો. ૭૮૭૪૨૨૨૫૮૦, વિશાલ બારીયા – મો. ૭૮૭૪૫૯૧૬૮૬
વીમા કંપનીની દાહોદ તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું આ મુજબ છે. માસાદ મોટર, આર.ટી.ઓ.ઓફિસની પાછળ, લક્ષ્મીનારાયણ ઓટોમોબાઈલ, ગરબાડા ચોકડી, દાહોદ. અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ રોનક બામણીયા છે અને તેમનો સંપર્ક નંબર ૮૪૬૯૬૬૪૩૬૯ છે.
વીમા કંપનીની ગરબાડા તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું ક્રિષ્ના ઓનલાઈન, ગરબાડા બજાર, ગરબાડા અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ પ્રીતમ પરમાર છે અને તેમનો સંપર્ક નંબર ૯૮૨૫૬૯૬૨૨૬ છે.
વીમા કંપનીની ઝાલોદ તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું ન્યુ ઓમ ઓફસેટ, મુવાડાચોકડી, ઝાલોદ છે અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ મિતલ બામણીયા તથા તેમનો સંપર્ક નંબર ૮૧૨૮૪૮૯૩૩૨ છે.
વીમા કંપનીની ફતેપુરા તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું કિષ્ના ફોટો & ઝેરોક્ષ સેન્ટર, બસ સ્ટેશન, પીપલારા રોડ, ફતેપુરા અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ ઓલક હાડા તથા તેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૧૦૦૭ છે.
વીમા કંપનીની દેવગઢ બારીયા તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું સી.એસ.સી. શોપ નં ૦૩, ટાવર રોડ, દેવગઢ બારીયા અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ હીરેન બામણીયા તથા તેમનો સંપર્ક નંબર ૮૧૪૧૮૯૯૧૦૧ છે.
વીમા કંપનીની ધાનપુર તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું સદગુરુ એગ્રોની બાજુમાં, પીપેરો – ધાનપુર રોડ, ધાનપુર અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ ચિરાગ પરમાર તથા તેમનો સંપર્ક નંબર ૮૮૪૯૭૭૫૦૦૫ છે.
વીમા કંપનીની લીમખેડા તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું અમૂર્ત કોમ્પલેક્ષ માર્કેટ્યાર્ડ, લીમખેડા અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ હર્શેશ રાઠોડ તથા તેમનો સંપર્ક નંબર ૯૦૩૩૦૧૧૭૦૪ છે.
વીમા કંપનીની સંજેલી તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું જય જલારામ ઓનલાઈન સેન્ટર, સંજેલી અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ સિદ્ધાર્થ પરમાર તથા તેમનો સંપર્ક નંબર ૮૨૨૪૪૮૮૭૬૮ છે.
વીમા કંપનીની સીંગવડ તાલુકા કક્ષાની ઓફિસનું સરનામું જય ગાયત્રીમાં ઓનલાઈન ઝેરોક્ષ, પીપલોદ રોડ, પીએસસી બાજુમાં સીંગવડ અને અહીંના વીમા કંપનીના સંપર્ક અધિકારીનું નામ આર.ડી. બારીયા તથા તેમનો સંપર્ક નંબર ૯૫૧૨૧૫૩૩૩૮ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: