દાહોદમાં છ સ્થળે ગુરુવારે, બે સ્થળે શુક્રવારે રાવણ દહન થયું

ગુજરાતીવાડ ,ગોદીરોડ સહિત પરેલમાં બે સ્થળે દહન ગોદીરોડમાં લખન રાજગોરની આગેવાનીમાં દહન

  • Dahod - દાહોદમાં છ સ્થળે ગુરુવારે, બે સ્થળે શુક્રવારે રાવણ દહન થયું

    આ વખતે દશેરાની બે તિથિ હોઈ લોકોમાં અસમંજસ સર્જાતા દાહોદમાં કેટલાક સ્થળે આઠ અને ક્યાંક નવ દિવસ નવરાત્રિનું આયોજન હતું. કેટલાક વિસ્તારમાં ગુરુવારે અને ક્યાંક શુક્રવારે દશેરાની ઉજવણી થઇ હતી. ગુરુવારે દાહોદના ગુજરાતીવાડ વિસ્તારમાં સતત 31 મા વર્ષે ખૂબ જ ઉત્સાહભેર રાવણદહન કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અત્રે આશરે 20 ફૂટ ઉંચો રાવણ બનાવાયો હતો. આ સાથે દાહોદના ગોદીરોડ ખાતે સુધરાઇ સભ્ય લખન રાજગોરની આગેવાનીમાં તેમજ ગોવિંદનગર, સિદ્ધેશ્વરી સોસાયટી, કાલકા માતા મંદીર અને નગર પાલિકા ખાતે પણ રાવણ દહન કરાયું હતું.જ્યારે શુક્રવારના રોજ ફ્રિલેન્ડગંજ વિસ્તારના સી સાઇડ અને સાત રસ્તા ખાતે રાવણ દહન થયું હતું.

    રાવણ દહન અગાઉ તેની ફરતે ગરબા

    શ્રી ગોકુલનાથજી હવેલીના પટાંગણમાં આયોજિત આ રાવણનું દહન નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈના હસ્તે થયું હતું. વિશ્વભરમાં સંભવિત આ એક જ સ્થળ એવું છે જ્યાં રાવણના વિશાળ પૂતળાનું દહન અગાઉ વર્ષોથી પરંપરાગત રીતે ગરબા રમવામાં આવે છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: