દાહોદમાં કોરોનાના વધુ 18 કેસ સાથે કુલ આંક 750
- તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ સપડાયા
- રેગ્યુલર ટેસ્ટમાં માત્ર 5 અને રેપિડ ટેસ્ટમાં અન્ય 13 મળ્યા
દિવ્ય ભાસ્કર
Aug 10, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદમાં રવિવારે નોંધાયેલ નવા 18 કોરોના પોઝિટિવ કેસ સાથે આજ સુધીમાં 750 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.9.8.’20 ને રવિવારે દાહોદ જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં માત્ર 5 અને રેપીડ ટેસ્ટમાં અન્ય 13 મળી કુલ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. જિલ્લામાંથી મોકલાયેલા 68 સેમ્પલો પૈકી 5 વ્યક્તિઓ RTPCR ટેસ્ટમાં અને રેપીડ ટેસ્ટના 172 સેમ્પલોમાંથી 13 લોકો પોઝિટિવ જાહેર થયા હતા.
દાહોદમાં નોંધાયેલા નવા પોઝિટિવ કેસોની સુચિ મુજબ જહુર ડોકીલા, સૈફુદ્દીન ઉદયગઢવાલા, હુસૈની જીનિયા, હિતેશ બારીયા પ્રશાંત મચ્છર, શૈલેન્દ્ર સોની, સ્નેહા સોની, રજનીકાંત રાવત, અમિત રાવત, સપના રાવત, અરવિંદભાઈ દેવડા, લલીતાબેન ઉપાધ્યાય, અશ્વિનભાઈ પંચાલ, નંદુબેન લબાના, જયંતીલાલ સોની, સુગરાબેન જીરુવાલા, શબ્બીરભાઈ જીરુવાલા અને શારદાબેન કુવાદે પોઝીટીવ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદમાં તા.9.8.’20 સુધીમાં કુલ 750 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 3 દર્દીઓના મૃત્યુ સાથે કોરોનાની સારવાર હેઠળના કુલ 50 વ્યક્તિઓના આજપર્યન્ત મૃત્યુ થયા હતા.
ગરબાડામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો
ગરબાડા. ગરબાડા નગરમાં એક સાથે છ કોરોના પોઝિટિવ કેસ આવતા ગરબાડા ગામમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યુ હતું. નાકા ચોકડીથી બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડથી કુંભારવાડ, ઘાંચીવાડ, મેન બજાર, વેડ ફળિયું, અને કામલીયાવાડનો સર્વે કરી કુલ 362 ઘરો અને 2090 વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને આયુર્વેદિક ઉકાળા અને ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સર્વેની કામગીરીમાં ડોક્ટર પ્રિયંકા બારીયા, એમ.પી.એચ.ડબ્પ્યુ કે. આર બારીયા, તેજસ ધર્માણી, એફ. એચ.એસ વી.કે ડામોર અને બીજી જીપીએસસીના એમપીએ પણ સર્વેની કામગીરીમાં ભાગ લીધો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed