દાહોદમાં કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન શરૂ

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે. સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સેનિટાઇઝેશન કરવાની સૂચના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આપી છે. પાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું કે, બે જેટલિંગ મશીન સાથે 6 કર્મયોગીઓ તથા એક ફાયર ટેન્ડર સાથે 3 કર્મયોગીઓ આ કાર્ય સતત કરી રહ્યા છે. ગોવિંદ નગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કર્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: