દાહોદમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો શુભારંભ

જિ. શિક્ષણાધિકારી બી.એમ. નિનામાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ જિલ્લા રોજગાર અધિ. R.N.પટેલે દ્વારા પ્રાસંગોચિત…

  • Dahod - દાહોદમાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો શુભારંભ

    જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુકત ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો શુભારંભ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામાના અધ્યક્ષસ્થાને ભીલ સેવા મંડળ સંચાલિત આદિવાસી કન્યા વિદ્યાલય, દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું.

    દીપ પ્રાગટય સાથે કારકિર્દી સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરતાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.નિનામાએ જણાવ્યું હતું , વિદ્યાર્થીને પોતાના ભાવિ નક્કી કરવાનો મહત્વનો સમય હોય છે. ત્યારે વિદ્યાર્થીએ પોતાની રૂચિ પ્રમાણે અને શિક્ષકોએ વિધાર્થીઓને તેની રૂચિ પ્રમાણે મદદરૂપ થવા સાથે કારકિર્દીનું આયોજન થવું જોઇએ. વિદ્યાર્થીની આ તબકકે ઉમર જોતા તે દ્વિધા અનુભવે છે. ત્યારે શિક્ષકો અને વાલીઓ જ વિદ્યાર્થીને પ્રેરણારૂપ બની રહેશે. જિલ્લા રોજગાર અધિકારી આર.એન.પટેલે પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીએ પોતાની કારકિર્દી બનાવાનો મહત્વનો પડાવ છે. ત્યારે દ્રઢ નિર્ધાર અને લક્ષ નકકી કરવા સહિત તે પ્રમાણે અભ્યાસ કરવો જરૂરી છે. તો જ ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક નલિન બામણ્યાએ વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે સમજ આપી હતી.

    આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કન્યા વિદ્યાલયના આચાર્ય જિજ્ઞાસાબેન કિશોરીએ, સંચાલન વિધાલયના શિક્ષિકા મુકતાબેન પેથાણીએ તથા આભાર વિધિ ભીલ સેવા મંડળના ટ્રસ્ટી દલસિંગભાઇ કટારા ગુરૂજીએ કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાલયના શિક્ષકો કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: