દાહોદમાં આવેલ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા નું જોરદાર સ્વાગત થતા નેતાઓ ગેલમાં

KEYUR PARMAR BUREAU DAHOD

દાહોદમાં આવેલ  આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા નું જોરદાર સ્વાગત થતા નેતાઓ ગેલમાં
ઉમર  અંબાજી જવા નીકળાલેલઈ  આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા ગઈ કાલે દાહોદ જિલ્લામાં પ્રવેશી હતી ત્યારે દેવગઢ બારીએ અને લીમખેડામાં જોરદાર સ્વાગત બાદ જેસાવાડા ખાતે અને ચંદ્રાવાડામાં પૂર બહારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રા રાત્રે દાહોદ ખાતે પહોંચી હતી. ત્યાર બાદ આજે સવારે દાહોદ ના સીટી ગાઉન્ડ ખાતે એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી , મનસુખ રાઠવા , કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર , બચુભાઈ ખાબડ,અમિત ઠાકર , સુધીર લાલપુરવાળા ,  ઋત્વિજ પટેલ, દાહોદ જિલ્લા ના પમુખ શંકર અમલિયાર અને રેલી ની અને સભાની તૈયારી કરી સફળ બનાવનાર પર્વત ડામોર , તેમજ દાહોદ પાલિકા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જસવંત સિંહે દાહોદ માટે મોદી સરકારે કરેલા વિકાસ ન કામો તેમજ હાલમાં વિજય રૂપની સરકાર દ્વારા ગરીબ ખેડૂતો માટે કરાયેલ કામે તેમજ કરોડો રૂપિયાની યોજનો ના લાભો જે તેઓ ને આપ્યા તે વિષે માહિતગાર કાર્ય હતા. ત્યાર બાદ જીતુ વાઘાણીને દાહોદ ના ખેડૂતો અને પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા સોયાબીન થી ત્રાજવે તોળાયા હતા અને આ સભામાં મોટી સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી. આ સભા સમાપ્ત કરતા પેહલા જીતુ વાહનાએ દાહોદ ની આદિવાસી જનતાનો દબદબા ભેર સ્વાગત કરી અને આ રેલી ને આવકાર આપવા માટે આભાર માન્યો હતો. ત્યાર બાદ આ રેલી દાહોદ થી મીરા ખેડી થઇ લીમડી ગઈ હતી જ્યાં મહેશ ભુરીયા અને માજી ધારા સભ્ય એ રેલી નું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું .


Related News

Comments are Closed

%d bloggers like this: