દાહોદમાં આજે 1700 છાત્રો માસ્ક પહેરી ગુજકેટની પરીક્ષા આપશે

દાહોદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શહેરની આઠ શાળાઓમાં વ્યવસ્થા કરાઇ, આરોગ્ય ટુકડી સાથે 150થી વધુનો સ્ટાફ જોતરાશે

શહેરની આઠ શાળાના 88 બ્લોકમાં સોમવારે સવારે 10થી 4 વાગ્યા સુધી 1700 વિદ્યાર્થીઓ માસ્ક પહેરી ગુજકેટની પરીક્ષા આપશે. દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ.એચ. મેડાએ જણાવ્યુ હતું કે, પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખી છે. પરીક્ષાના પ્રવેશદ્વારે વ્યક્તિઓનું તાપમાન થર્મલ ગન વડે ચકાસણી કરાશે. જો કોઇ વિદ્યાર્થીનું તાપમાન વધુ હશે તો તેને અલગ બ્લોકમાં બેસાડાશે.

કેન્દ્ર સંચાલક પરીક્ષા સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરશે. વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે 6 ફુટનું અંતર જળવાય તે રીતની વ્યવસ્થા કરાઇ છે. પરીક્ષા સ્થળ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ સહિત તમામને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર ખાતે વધારાના 100 જેટલા માસ્કની વ્યવસ્થા કરાશે. ભીડ ન થાય માટે સ્થળ પર પ્રવેશ પ્રક્રિયા પણ વહેલી શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓ પાણીની પારદર્શક બોટલ લઇને આવી શકશે.

દરેક બ્લોક-વર્ગખંડમાં વિદ્યાર્થી દેખાય તે રીતે સીસીટીવી ગોઠવાશે. વર્ગખંડમાં કોઇ ગેરરીતિ ન થાય તેની તકેદારી રખાશે. પરીક્ષા શરૂ થયાના અડધો કલાક પહેલા અને પૂર્ણ થયાના 10 મિનિટ સુધી સીસીટીવીનું રેકોર્ડિગ કરાશે. શહેરની એમ.વાય હાઇસ્કુલ, ગર્લ્સ સ્કુલ, સ્ટીફ, લીટલ ફ્લાવર, સ્વ નિર્ભર, જી.પી ધાનકા અને સેન્ટ ઝોન સ્કુલમાં લેવાનારી પરીક્ષામાં આરોગ્ય વિભાગ સાથે 150નો સ્ટાફ તૈનાત રહેશે. ફ્લાઇંગ સ્કવોર્ડ માટે વર્ગ 1ના આઠ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. પરીક્ષા સમયે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: