દાહોદમાં અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ

વિતરણ

  • Dahod - દાહોદમાં અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ

    દાહોદ શહેરમાં હાલ રોગચાળાને કારણે લોકોમાં દહેશત ફેલાયેલી છે. ઘરે-ઘર માંદગીના ખાટલા છે. જેમાં સ્વાઇનફ્લુ, ચીકનગુનિયા અને ડેન્ગ્યુનો ભય લોકોમાં જોવા મળે છે. ત્યારે આર્યુવેદિક ઉકાળાથી આ રોગથી બચી શકાય તેમ હોવાથી શહેરના ગોદીરોડ વિસ્તારમાં પાછલા કેટલાંક દિવસોથી આ ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદના ગોદીરોડ ખાતે અગ્રસેન ભવન ખાતે ‘’અમૃતપેય’’ ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે વર્ષાઋતુમાં સ્વાઈન ફ્લુ અને ચિકનગુનિયાનની બીમારી દાહોદમાં વ્યાપ્ત બની છે ત્યારે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ વિસ્તારના જાગૃત નગરસેવક લખનભાઇ રાજગોરના સંનિષ્ઠ પ્રયાસોથી યોજાયેલ આ કાર્યક્રમમાં રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવીવારના રોજ 120 લીટર ઉકાળાનો વપરાશ થયો હતો.

    દાહોદ શહેરમાં સ્વાઇનફ્લુ અને ચીકનગુનિયા રોગ સામે રક્ષણ આપતાં અમૃતપેય ઉકાળાનું ગોદીરોડ વિસ્તારમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: