દાહોદ શહેરનામૂળ વતની અને હાલમાં વડોદરા રહેતાં યુવાન વિરાજ મનેશભાઈ ગાંધીનો સમાવેશ નીતિ આયોગ અંતર્ગત ચાલતી અટલ ટીંકરીંગ લેબ.માટે રશિયાના અને ભારતના મળીને કુલ 20 વિદ્યાર્થીઓની ટીમના મેન્ટર તરીકે પસંદગી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટગણાતા આ પ્રોજેક્ટ હેઠળ આ લેબ. દ્વારા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ દરમ્યાન જ વિવિધ સંશોધનમાં રસ લેતા થાય તેવો આશય છે. ઇન્ડો-રશિયા સ્ટુડન્ટ ઇનોવેશન સમિટના મેન્ટર તરીકે પસંદ થયેલ વિરાજ ગાંધીના વડપણ હેઠળની ભારત અને રશિયાના વિદ્યાર્થીઓની ટીમને રશિયન તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન પામેલ માઈક્રોફ્લ્યુડમાં મદદરૂપ એવી પ્લાઝમા ફિલ્ટર ચીપનું
…અનુ. પાન. નં. 2
દાહોદના યુવાન અને ટીમ દ્વારા પ્રસ્તુત પ્રોજેક્ટને વડાપ્રધાને બિરદાવ્યો હતો.
ટીમમાં કેમ સમાવેશ કરાયો
નીતિ આયોગ દ્વારા દિલ્હીમાં ચાલતા ઇન્ટેલ પ્રોજેક્ટ અંતર્ગત 2017 ના એપ્રિલમાં સ્થાપાયેલ દેશની સૌ પ્રથમ એવી અટલ ટીંકરીંગ લેબ.ના પ્રથમ મેન્ટર તરીકે દાહોદના વિરાજ ગાંધીએ ભૂતકાળમાં પ્રસંશનીય કામગીરી કરી હોઈ આ માટે તેની પસંદગી થઇ હતી. દાહોદના ટેક્સ કન્સલટન્ટ મનેશભાઈના પુત્ર વિરાજ ગાંધી, કે જેઓ હાલમાં વડોદરા અને અમદાવાદ ખાતે ઇનોવેશનનું રોબેટીક્સનું કામ કરી રહ્યાં છે.
દાહોદ શહેરની શાળાની પસંદગી
શાળાના બાળકોમાં રહેલી નવીનત્તમ સર્જનાત્મક શક્તિઓ તેમજ વૈજ્ઞાનિક અભિરુચિને પ્રોત્સાહિત કરવાના હેતુથી કેન્દ્ર સરકારના નીતિ આયોગની અટલ ઈનોવેશન મિશન યોજના અંતર્ગત દેશભરમાં દરેક જીલ્લામાં આ સુવિધા આવનાર છે. ત્યારે તે અંતર્ગત અટલ ટીંકરીંગ લેબોરેટરી સ્થાપવા માટે પસંદ થયેલી ગુજરાતની અનેક શાળાઓ પૈકી દાહોદ જિલ્લાની આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કુલની પસંદગી થઇ છે.
Comments are Closed