દાહોદનો ચર્ચાસ્પદ કિસ્સો: પ્રેમી સાથે ભાગેલી યુવતી સગીરા હોવાનો દાવો કરતાં પિતાજી ફસાયા, પોલીસ સ્કૂલે પહોંચતાં ભાંડો ફૂટ્યો
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- પોલીસ તપાસમાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ચેડાં કર્યાનું બહાર આવ્યું પુત્રીની જન્મ તારીખ 9-3-2003ને બદલીને પિતાએ 9-7-2003 કરી દીધી
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની એક યુવતીનું ઝાલોદ તાલુકાના યુવકે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આ યુવતી સગીરા હોવાનુ જે તે સમયે જણાવીને તેના પુરાવા માટે શાળા છોડ્યાના પ્રમાણ પત્રની નકલ રજૂ કરવામાં આવી હતી. જેથી પોક્સો સહિતની કલમો અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, વધુ તપાસમાં બહાર આવ્યુ કે, યુવતીના પિતાએ પ્રમાણપત્રની નકલમાં છેડછાડ કરી સુધારો કર્યો હતો. જેથી પોલીસે હવે પિતા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતો મુજબ, લગભગ 15 દિવસ પહેલાં અપહરણની ફરિયાદ સુખસર પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં યુવતી સગીરા હોવાનુ જણાવી તેના પિતાએ પોતાની દીકરીના શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ રજૂ કરી હતી. જેથી પોલીસે પોક્સો એક્ટની કલમ પણ લગાવી હતી. જેની તપાસ ઝાલોદના સી.પી.આઇ એમ.જી.ડામોર કરી રહ્યા હતા.
આ તપાસમાં રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી શરુ કરવામાં આવી હતી. જેમાં આ યુવતીએ જુદી જુદી બે શાળામાં અભ્યાસ કર્યો હોવાથી શાળા છોડ્યાના પ્રમાણ પત્ર ઉપરથી તેની ઉંમર કેટલી છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કારણ કે યુવતીના પિતા પાસે જન્મ તારીખનો દાખલો ન હતો.
આ તપાસમાં યુવતીના પિતાનો ભાંડો ફુટી ગયો હતો કારણ કે, પોતાની દીકરીને સગીરા બતાવવા માટે તેમણે શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલમાં છેડછાડ કરી હતી. યુવતિની સાચી જન્મ તારીખ 9-3-2007 હતી. તેને બદલે નકલમાં ત્રીજા મહિનાને બદલે સાતમો મહિનો કરી દઇને નકલ ફરીથી કઢાવી તે રજૂ કરવામાં અઆવી હતી, પરંતુ શાળાના અસલી દસ્તાવેજ પરથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયુ હતુ. છેડછાડ કરેલી નકલમાં જન્મ તારીખ 9-7-2007 દર્શાવાઇ હતી. આમ પર્દાફાશ થઇ જતાં ઝાલોદના સી.પી.આઇ એમ.જી.ડામોરે યુવતીના પિતા હિંમતભાઇ કમલાભાઇ ભાભોર સામે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હવે જે તે સમયના ફરિયાદી જ આરોપી બની ગયા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed