દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્રીય આદિજાતી રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર, ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખે દિલ્હી ખાતે સંસદીય કાર્યનાં મંત્રી વૈંકયા નાયડુ સાથે મુલાકાત કરી

KEYUR PARMAR – DAHOD
દાહોદ શહેરને પ્રથમ 100 સ્માર્ટ સિટીમાં સામેલ કરાયા બાદ દાહોદને ત્રીજા તબક્કામાં સામેલ કરવા તા.19/06/2017 સોમવારના રોજ કેન્દ્રીય આદિજાતિ વિકાસના રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર, ચીફ ઓફીસર પ્રકાશ રાયચંદાની, નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, કાઉન્સિલર ભાવનાબેન વ્યાસ તથા ઈન્જિનીયર આશિષ રાણા દિલ્હી ખાતે સંસદીય બાબતોના મંત્રી વૈંકયા નાયડુ સાથે મુલાકાત કરવા રવાના થયા હતા અને તા.20/062017 મંગળવારે સંસદીય કાર્યના મંત્રી વૈંકયા નાયડુ જોડે મુલાકાત કરી દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી, ત્યારે વૈંકયા નાયડુએ આ બાબતે અમો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જોડે ચર્ચા વિચારણા કરીશું તેમ કહ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: