દાહોદની હરિવાટિકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોક દરબાર યોજાયો

KEYUR PARMAR DAHOD 
દાહોદ જિલ્લાની શહેરી તથા ગ્રામ્ય વિસ્તારની વિવિધ સેવાકીય સંસ્થાઓ, વેપારીઓ, ખેડૂતભાઇઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર જનતાએ જે પ્રશ્નો પોતાનાને અથવા અન્યને નડતાં હોય તે પ્રશ્નોને લઈને આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, માજી પ્રમુખ અર્જુન મોઢવાડીયા તથા માજી કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં લોક દરબાર ભરી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને બધા પ્રશ્નો ભેગા કરી અને તેને લીધા અને તેનો નિકાલ કરવાની બાહેંધરી આપી અને તેના માટે કોંગ્રેસ સરકાર www.lokdarbar.in નામની વેબસાઇટ લોન્ચ કરી રહ્યા છીએ. જે કોઈ પ્રજાજનોને ઓનલાઈન પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો તેઓ ઉપરોક્ત વેબસાઇટ ઉપર પણ કરી શકશે. અને ઓફલાઇન પ્રશ્નોની રજૂઆત વિરોધ પક્ષના નેતાનું કાર્યાલય, બીજો માળ, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર – ૩૮૨૦૧૦ ખાતે કરવા માટે કહેવામા આવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે આ બહેરી, આંધળી, લુલી સરકાર સામે અમે આ પ્રશ્નોની લોકો વતી રજૂઆત કરીશું અને જો નિકાલ નહીં કરે તો કોંગ્રેસ આવનાર દિવસોમાં ભારે મોટું આંદોલન કરશે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ ગુંડાઓની, લૂખ્ખાઓની, ખંડણીખોરોની સરકાર છે અને ખાસ તો ભ્રષ્ટાચારીઓની સરકાર છે. આ લોકોએ તો દેશને ફોલી ખાધો છે અને એમના તાબાના અધિકારીઓ એ પોલીસ હોય કે રેવન્યુના હોય એ સમજી લે કે આ સરકાર કાયમી નથી અને તેથી જ તેમના ઇશારે દમન કરવાનું બંધ કરો નહીં તો અમારું રાજ આવશે જ અને તમને અમે મૂળથી ફેંકી દઇશું. તમને પગાર લોકોના રૂપિયે મળે છે. આ ભાજપના નેતાઓના નહીં. અર્જુન મોઢવાડીયાએ પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ સરકાર ની નરેગા નો લાભ વિજય માલ્યાએ લીધો છે અને લલિત મોદી લઈને નાસી ગયા છે. ભરતસિંહ સોલંકી પણ આકરા પ્રહાર કરી અને કહ્યું હતું કે અમે દાઉદને પાકિસ્તાનમાંથી પકડી લાવીશું પરંતુ 2 વર્ષ થયે કોણે રોક્યા છે? ભાઈ લઈ આવો ને, પણ હાલમાં એમના જ મહારાષ્ટ્રના એક નામી મંત્રી ભ્રષ્ટાચારના ભરડામાં આવ્યા અને દાઉદ સાથે ફોન પર વાત કરતાં પકડાયા અને રાજીનામું આપવું પડ્યું. વધુમાં શંકરસિંહ બાપુએ કહ્યું હતું કે ઇન્ટરવ્યુમાં રૂપિયા ના લેવાય ફોર્મના રૂપિયા સરકાર શું કરે છે? તલાટી જેવા ઇન્ટરવ્યુમાં 12 લાખ ફોર્મ આ સરકાર તો મશીન પર નોટો ગણી રહી ફક્ત નોટો એને કોઈ ગરીબની કે ખેડૂતની પડી જ નથી, ખટ ખટ મશીન ઉપર નોટો જ ગણી રહી છે અને બહુ દૂર નથી 2017માં ભાજપ પૂરી રીતે ફેંકાઇ જશે લોકો હવે ગરમ થઈ ગયા છે લોકો જ તેમણે ફેંકી દેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: