દાહોદની સેન્ટ સ્ટીફન્સ હાઇસ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધાર્યું

C.B.C.I. (કેથોલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા) દ્વારા
રાષ્ટ્રીય સ્તરે માસ્ટર માઈન્ડ નેશનલ લેવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળા કક્ષાએ પ્રથમ રાઉન્ડનું આયોજન તારીખ૦૬/૦૧/૨૦૧૯ ના રોજ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. તેમાં ધોરણ – ૬ થી ૮ ના ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ બંને વિદ્યાર્થીનીઓ ઝરણા કાબરાવાલા અને દીક્ષા પડવાલ  ધોરણ – ૭ સી માં અભ્યાસ કરે છે. આ બંને વિદ્યાર્થીનીઓ સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં વિજેતા થતા મુંબઈના બાંદ્રાની સેન્ટ એન્ડ્રૂઝ કોલેજમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ત્રણ રાજ્ય જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ૭૮ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે તા.૨૫/૦૪/૨૦૧૯ ના રોજ આયોજિત થઈ હતી. જેમાં ઝરણા કાબરાવાલા અને દીક્ષા પડવાલે રનર્સ-અપ નો ખિતાબ મેળવેલ. આ સ્પર્ધામાં શિક્ષક ઉબાલ્ડો પરેરાએ બંને વિદ્યાર્થિનીઓને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ બંને વિદ્યાર્થીનીઓને  તેમના વાલીઓ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન આપેલ અને ઉત્તેજન પૂરું પાડવામાં આવેલ હતું.
આ બંને વિદ્યાર્થીનીઓની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ સેન્ટ સ્ટિફન હાઇસ્કુલના પ્રિન્સિપાલ ફા. મારિયા પોલરાજ, સી. યુફ્રેસીયા, શિક્ષક ગણ અને શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી અનુભવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: