દાહોદની સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં બે દિવસીય એક્ઝિબિશન યોજાયું

KEYUR PARMAR – DAHOD
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ગોધરા રોડ સ્થિત સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલમાં ગત રોજ તા.૦૮/૧૨/૨૦૧૭ શુક્રવાર અને આજ રોજ તા.૦૯/૧૨/૨૦૧૭ શનિવારના રોજ બે દિવસીય એક્ઝિબિશન યોજવામાં આવ્યું જેમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રોજેકટ બનાવવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ATM, બ્રિજ, રોબોટ તથા અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલાર એનર્જીનો પ્રોજેકટ બનાવ્યો હતો. આમ દરેક વિદ્યાર્થીએ અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રોજેકટ બનાવવામાં આવ્યા હતા. આ બે દિવસીય પ્રોજેકટ એક્ઝિબિશનને દેખાવ માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: