દાહોદની લીટલ ફ્લાવર્સ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

 
 

દાહોદની લીટલ ફ્લાવર્સ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષયની અલગ અલગ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૮/૦૨/૨૦૧૯ ગુરુવારના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ના રોજ લીટલ ફ્લાવર્સ સ્કૂલમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રોયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય કૃતાર્થ જોષી સાહેબ, લીટલ ફ્લાવર્સ સ્કૂલના કન્વીનર મિહિરભાઈ શાહ, જાલત હાયર સેકન્ડરી સ્કૂલ ના આર.એસ. દુબે સાહેબ, શ્રી માધ્યમિક શાળાના શિક્ષક જે. પી. બાકલીયા, કે. ડી. લીંબાચીયા, તથા દાહોદ તાલુકાની વિવિધ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં દાહોદ તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો તથા શાળાના શિક્ષકો દ્વારા જિલ્લા કક્ષાએ જે વિજ્ઞાન મેળા થાય છે તેમાં વિવિધ પ્રયોગો દ્વારા છોકરાઓને સરળ રીતે વિજ્ઞાન અને ગણિતના સરળ ઉપાયો બતાવવામાં આવ્યા હતા આણંદ ચાંગા ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2018 – 19 માં રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં જે.પી. બાકલીયા સાહેબને પ્રથમ સ્થાન મળ્યું હતું.
લીટલ ફ્લાવર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા પણ વિવિધ પ્રકારના પ્રયોગોનુ સરળ ભાષામાં સમજી શકાય તેવા વિજ્ઞાનના પ્રયોગો તથા ગણિતને સરળતાથી સમજી શકાય તેવા પ્રયોગો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા
ખરેખર વિદ્યાર્થીઓમાં જો વિજ્ઞાન અને ગણિત ના ડરને ભગાડવો હોય તો આ પ્રકારના વિવિધ વિજ્ઞાન મેળાના આયોજન આપણા શહેરમાં થવા જોઈએ. આપણા શહેરની લીટલ ફ્લાવર્સ સ્કૂલના સાયન્સ સેન્ટરની નોંધ રાજ્યકક્ષા સુધી થાય છે જે આપણા માટે અને આપણા વિદ્યાર્થીઓ માટે સારી બાબત છે.


Related News

Comments are Closed

%d bloggers like this: