દાહોદની રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનો શપથ ગ્રહણ અને લેમ્પ લાઇટિંગ સમારોહ યોજાયો

 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ જેવા પછાત વિસ્તારમાં આજે તા.૩૦/૦૩/૨૦૧૯ ને શનિવારના રોજ સરકાર માન્ય સેલ્ફ ફાઇનાન્સ નર્સિંગ કોલેજ રાજ કૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દાહોદ ખાતે બી.એસ.સી. (B.Sc.) જી.એન.એમ.નર્સિંગ (G.N.M.) ના શૈક્ષણિક સત્ર ૨૦૧૮ – ૨૦૧૯ માં એડ્મિશન મેળવેલ વિદ્યાર્થીનીઓના શપથ ગ્રહણ અને લેમ્પ લાઇટિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ રૂપે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના રજિસ્ટ્રાર શ્રીમતી ડો. પ્રજ્ઞાબેન ડાભી અને વાઇસ પ્રેસિડેન્ટ આઇ.એ.કડીવાલા અને ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો.ધીરજ ત્રિવેદી અને એડ્મિનિસ્ટ્રેટિવ મેનેજર શ્રીમતી હેતલ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટિના પ્રતિનિધિ ડો.ભરતભાઈ ભોકાણ અને સરકારી અને પ્રાઇવેટ નર્સિંગ કોલેજના તમામ આચાર્ય, શિક્ષકો, રાજ કૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ પરિવારના ટ્રસ્ટીગણ, આચાર્ય તથા શિક્ષકો, અન્ય મેહમાનો તથા વાલીની હાજરીમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનીઓની સપથ વીધીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સર્વ વિદ્યાર્થીઓને આશીર્વાદ તેમજ આગળ વધવા માટે ખુબજ પ્રેરણા આપી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી તેમજ રજિસ્ટ્રાર શ્રીમતી ડો. પ્રજ્ઞાબેન ડાભી એ સ્માર્ટ સિટિ દાહોદમાં આ સમારોહનું સફળ આયોજન કરવા બદલ સૌને અભિનંદન તેમજ શુભકામના પાઠવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: