દાહોદની નજમી મસ્જિદ ખાતે વ્હોરા સમાજ દ્વારા ઈદના પ્રસંગે મિલન સંમ્મેલન કાર્યક્રમ રાખવામાં આવ્યો

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની નજમી મસ્જિદ ખાતે વ્હોરા સમાજ દ્વારા ઈદના પ્રસંગે મિલન સંમ્મેલન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી જસવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લાના કલેક્ટર રંજિથકુમાર, ચીફ ઓફિસર રાયચંદાની, પ્રભારી અમિત ઠાકર, નગરપાલિકા ઉપપ્રમુખ ગુલશન બચાણી, પોલીસ અધિકારીઓ, GEB નાં કર્મચારીઓ, ભાજપનાં હોદ્દેદારો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વ્હોરા સમાજના આગેવાનો દ્વારા તમામ મહેમાનોને તુલસીજીના છોડ આપી ઈદ મુબારક પાઠવવામાં  આવી હતી.
વધુમાં આ પ્રસંગે વ્હોરા સમાજના આમિલ સાહેબે બધાને ઈદ મુબારક પાઠવી હતી અને દાહોદ શહેર સ્માર્ટ સિટી બને તેના માટે વ્હોરા સમાજ તેમની સાથે જ છે, તેવું જણાવ્યું હતું. મંત્રી બચુભાઈ ખાબડ અને જસવંતસિંહ ભાભોરે પણ ત્યાં ઉપસ્થિત દરેક વ્હોરા બંધુઓને ઈદ મુબારક પાઠવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: