દાહોદની ઈજેનેરી કોલેજમાં 5 દિવસીય ફૅકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદની સરકારી ઈજેનેરી કોલેજના એપ્લાઈડ મિકેનિક્સ તથા સિવિલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસની સાથે અધ્યાપકોના જ્ઞાનમાં પણ વધારો થાય તે હેતુથી એડવાન્સ કોંકરીટ ટેક્નૉલોજિ તથા કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પર પાંચ દિવસીય ફૅકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તા: ૨૧થી ૨૫સુધી યોજાશે. જેમાં આ વિષયના નિષ્ણાતો વ્યાખ્યાન આપશે. આ ટ્રેનિગ પ્રોગ્રામમાં કોંકરીટ ટેક્નૉલોજિના વિશ્વસ્તર પર થયેલા સંશોધનોની જાણકારી અને કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પરની વિશાળ માહીતી ભારતભરના વિવિધ તજજ્ઞો ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપશે.

AICTE ATAL ટ્રેઈનીગ, ભારત સરકારની મંજૂરીથી આયોજિત આ તાલીમ કાર્યક્રમથી દેશના શહેરી-ગ્રામીણ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના તાજેતરના વિકાસ વિષે અદ્યતન માહિતી આપવાનો હેતુ રહેલો છે. આ ફૅકલ્ટી ડેવેલપમેંટ પ્રોગ્રામનું આયોજન એપ્લાઈડ મિકેનિક્સના ડો. કે.બી. પરીખ અને સિવિલ વિભાગના ડો. યુ. કે. ખરેએ પ્રિન્સિપાલ ડો. પી.કે.બ્રહમભટના માર્ગદર્શનમાં કર્યું છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: