દાહોદના 500 ગામોમાં કોરોના આજે પણ પ્રવેશી શક્યો નથી
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- જિલ્લામાં સૌથી વધુ ઝાલોદ અને સૌથી ઓછી અસર સિંગવડ, સંજેલીના ગામોમાં દેખાઇ : 696 ગામોમાંથી 196 ગામમાં જ કેસ જોવા મળ્યા, અત્યાર સુધી દાહોદ શહેરમાં 871થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં કુલ ગામોની સંખ્યા 696 છે. જિલ્લાની કુલ વસ્તી (2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસી વસ્તી 11,82,509, અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે જિલ્લાની ગણના આદિજાતી વસ્તી ધરાવતા પછાત જિલ્લા તરીકે થાય છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી 14.80 લાખ અને શહેરી વસ્તી 1.56 લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ 359 જેટલો છે અને સાક્ષરતાનું પ્રમાણ 45.46 ટકા જેટલું છે.
દાહોદ જિલ્લાની મોટાભાગની પ્રજા સ્થળાંતર કરતી હોય છે. કોરોનાના પ્રકોપ વખતે જે તે સ્થળે ફસાયેલા લોકોએ માદરે વતન તરફ દોટ મુકી હતી. કેટલાંક લોકો પોતાની સાથે કોરોના લઇને આવશે તો કેટલાંક લોકો જાગૃતિ અને શિક્ષણના અભાવે કોરોના ફેલાવશે તેવી દહેશત ફેલાઇ હતી. જોકે, આ દિવસોમાં જિલ્લાના માત્ર 169 ગામડા જ કોરોનાની ઝપટમાં આવ્યા હતાં.
આ ગામડાઓમાં મળેલા કેસોની સંખ્યા કરતાં શહેરી વિસ્તારમાં બમણી સંખ્યામાં કેસો જોવા મળ્યા હતા અને 500 ગામ એવા હતાં જ્યારે કોરોના પ્રવેશી પણ શક્યો ન હતો અને ત્યાં આજે પણ એકેય કેસ નોંધાયો નથી.
જનજાગૃતિ અને ઇમ્યુનિટી પાવરથી જીત્યા
દાહોદ જિલ્લાના 500 ગામોમાં કોરોના ન ફેલાવવા પાછળના મુખ્ય કારણોમાં છેવાડા સુધી પહોંચી વહિવટી તંત્ર દ્વારા ફેલાવેલી જનજાગૃતિ મહત્વની છે. આ સિવાય જિલ્લાના મહત્તમ ગામડાંમાં લોકોના ઘર દૂર દૂર હોવાથી આપોઆપ સોશ્યલ ડિસ્ટેન્સ જળવાયુ હતું સાથે સ્વચ્છ વાતાવરણને કારણે વધુ ઇમ્યુનીટી પાવરને કારણે કોરોના વાઇરસ હાવી થઇ શક્યો ન હતો.
ફળિયા કે શેરીમાં જઇ ભણાવાશે
જિલ્લામાં સૌથી સ્ફોટક સ્થિતિ દાહોદ શહેરમાં રહી હતી. માર્ચથી માંડીને અત્યાર સુધી દાહોદ શહેરમાં 871થી કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. તેવી જ રીતે શહેરી વિસ્તાર ગણાતા ઝાલોદમાં 147 અને દેવગઢ બારિયામાં 69 કેસ જોવા મળ્યા હતાં. આ સાથે કોરોનાથી હોય કે કોમોરબીટ હોય પરંતુ મરણમાં પણ દાહોદ શહેરમાં જ સૌથી વધુ જોવા મળ્યુ હતું.
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed