દાહોદના સિંગલ ફળિયામાંથી 55 હજારનો દારૂ જપ્ત કરાયો

પીપલેટ-ગલાલિયાવાડથી પણ ઝડપાયો પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

  • Dahod - દાહોદના સિંગલ ફળિયામાંથી 55 હજારનો દારૂ જપ્ત કરાયો

    દાહોદના સીંગલ ફળિયામાં રહેતી ચંદાબેન સાંસીના ઘરે વિદેશીદારૂ હોવાની બાતમીના આધારે એલસીબીએ છાપો માર્યો હતો.તપાસ દરમિયાન તેના ઘરમાંથી વિદેસી દારૂની અને બિઅરની 448 બોટલો મળી આવી હતી. 55100ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરીને ચંદા સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે પોલીસે મોટરસાઇકલ ઉપર પોટલું લઇને જઇ રહેલાં રીછુમરા ગામના અજીત હઠીલા અને સુનીલ ભુરિયાને સાંજના 6.15 વાગ્યે રોક્યા હતાં. તપાસ વેળા તેમની પાસેના પોટલામાંથી 7 હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 188 બોટલો મળી આવી હતી. બંને સામે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગલાલિયાવાડ ગામની પ્રાથમિક શાળા પાસે સવારનાસમયે 10300 રૂપિયાની દારૂની 103 બોટલોની હેરાફેરી કરતાં પરેશ સાંસી ઝડપાઇ ગયો હતો.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: