દાહોદના સહકાર નગરમાં હનુમાનજી મંદિરમાં ચોરી

  • મુગુટ સહિત 10 હજારના મુદ્દામાલની ચોરી

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેરમાં હનુમાનજી મંદીરને નીશાન બનાવીને તસ્કરો મુગુટ સહિત 10 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગાય હતાં. આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ શહેરના સહકાર નગર પાસે હરિવાટીકા સ્થિત ગૌશાળામાં આવેલા હનુમાન મંદીરને તસ્કરોએ નીશાન બનાવ્યુ હતું. મંદીરની જાળીનું તાળુ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો કબાટમાંથી ચાંદીના સિક્કા, ચાંદીની મૂર્તિ, પાંચ હજાર રૂપિયા, જમીનના કાગળો તેમજ હનુમાનજીનું 200 ગ્રામ વજનનું ચાંદીનું મુગુટ, મંદીરના મહારાજ ભરતદાસજી સાધુના ખાટલા નજીક મુકી રાખેલુ ગ્રાઇન્ડર મશીન અને એક જુના મોબાઇલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. આ મામલે ભરતદાસજીની ફરિયાદના આધારે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: