દાહોદના સંજેલી પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 2 લોકોના મોત, વાહનચાલક ફરાર

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંજેલી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં માતેલા સાંઢની જેમ ધસી આવેલા અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટમાં લેતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સંજેલી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
વાહનચાલકોની પૂરપાટ ઝડપ અને ગફલતના લીધે દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર અવિરત પણે ચાલી રહી છે, જેના લીધે ઘણા લોકો કાળના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ઘાટામાં બાઇક ઉપર સવાર બે લોકોને કોઇ અજાણ્યા વાહન દ્વારા અડફેટે લેતા બાઈક સવાર બંને લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હત. આ અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા 108 એમબ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સંજેલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા અને સંજેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક અકસ્માતમાં 2 યુવાનના મોત થયા

અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક અકસ્માતમાં 2 યુવાનના મોત થયા

રવિવારે રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત થયા હતા
દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવી નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ થતા તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી, ત્યારબાદ આજે સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. એક સાથે ત્રણ બાળકોના મોતને પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને કલાકો પહેલા જ માતા બનેલી કમનસીબ મહિલાના નવજાત બાળકના મોતને પગલે ફરીથી નિઃસંતાન બની ગઇ હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રવિવારે અકસ્માતમાં 3 બાળકના મોત થયા હતા

રવિવારે અકસ્માતમાં 3 બાળકના મોત થયા હતા


Related News

Comments are Closed

%d bloggers like this: