દાહોદના શિવાનીપાર્ક – કુત્બી મસ્જિદ પાસેથી બે બાઇકની ચોરી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને મોટરસાઈકલના માલિકોની પોલીસ ફરિયાદ

દાહોદ શહેરના ગોદી રોડનાં શિવાની પાર્કના સુનિલકુમાર બનવારીલાલ ગર્ગની બાઇક ગત તા.12-8-2020ના રોજ પોતાના ઘરઆંગણે લોક મારી પાર્ક કરી હતી. કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી આ મોટરસાઈકલ લઈને નાસી ગયા ગતા.

મોટરસાઈકલ ચોરીનો બીજો બનાવ શહેરના કુત્બુ મસ્જીદ ખાતે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના ખરેડી ડુંગરી ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ચારેલે પોતાની મોટરસાઈકલ આ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા. આ મોટરસાઈકલને પણ કોઈ ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ જતાં આ બંને મોટરસાઈકલની ચોરીના સંદર્ભમાં ઉપરોક્ત બેઉ મોટરસાઈકલોના માલિકો દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: