દાહોદના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલ હીચકારા હુમલા અંગે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

KEYUR PARMAR – DAHOD

દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા કરીને પરત આવી રહેલ ગુજરાતનાં યાત્રાળુઓ પર આતંકવાદીઓ દ્વારા થયેલા હીચકારા હુમલો કરી અંધાધૂંધ ફાયરીગ કરી ૭ ગુજરાતી લોકોને મોતને ઘાટ ઉતારી અને ૩૬ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોચાડી અને કરેલ આ હીચકારા કૃત્યને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દાહોદ દ્વારા આ હુમલાનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આવા ગંભીર આતંકવાદીઓને અને દેશમાં રહેલ આવા ગદ્દારોને ફાંસીના માચડે ચડાવવા ત્વરિત પણે કાર્યવાહી કરે એવી અમારી લાગણીને આપના વડાપ્રધાન સુધી પહોચાડી અને ફરીથી આવી ઘટનાઑ ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં ભરી અને બાકી રહેલી યાત્રા દરમિયાન વધુ ચાંપતો અને કડક સુરક્ષા બંદોબસ્ત સરકાર દ્વારા રાખવામા આવે અને આની અમલવારી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને ઉગ્ર માંગ છે તેવું દાહોદના કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.


Related News

Comments are Closed

%d bloggers like this: