દાહોદના વિવેકાનંદ સંકુલ ગોવિંદનગર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં દાહોદ શહેરમાં ગોવિંદનગર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આજ રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, બેંકમાં મળતા લાભ તથા લોન સહાય લેવા માટે, મામલતદાર કચેરીને લગતા તમામ અગત્યના દસ્તાવેજોની ખરાઈ કરવા તથા સુધારણા કાર્યક્રમ આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસર, નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી તથા કાઉન્સિલર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: