દાહોદના લંપટ આચાર્ય શાળામાં શિક્ષિકાને રોજ વહેલી બોલાવી કામલીલા આચરતો, વીડિયો વાયરલ

ચાર વખત દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદમાં કેફિયત: શિક્ષિકાનું મેડિકલ કરાવાયું

 • In Bhaman, principal physical abuse in a class room with teacher

  દાહોદ: સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક શાળામાં વિવિધ કામના બહાના હેઠળ શાળામાં વહેલી બોલાવીને આચાર્ય અને સંજેલી પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા આધેડે ચાર વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ શિક્ષિકાએ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.25/9/2018ના રોજ સાંજના નિશાળ છુટતાં સમયે અમારા આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇ માલ રહે. ભામણ તા.સંજેલીનાઓએ મને કહેલ કે, તમારે આવતીકાલે સવારના પોણા નવેક વાગ્યે શાળામાં આવવા જણાવ્યું હતું. તા.26ના રોજ સવારના પોણા નવેક વાગ્યે હું શાળામાં નોકરી ઉપર ગઇ હતી. તે વખતે અમારા સ્ટાફના બીજા શિક્ષક-શિક્ષીકાઓ આવ્યા ન હતાં.

  વિવિધ બહાના હેઠળ સમય કરતાં વહેલી બોલાવી પાપ લીલા આચરતો હતો

  આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇનાઓ શાળામાં ઓફીસમાં હાજર હતા. તે વખતે મેં રજીસ્ટરમાં સહી કરી મારા ક્લાસરૂમની ચાલી લઇ મારો ક્લાસરૂમ ખોલ્યો હતો.આચાર્ય હુરસીંગભાઇ મારી પાછળ મારા ક્લાસ રૂમમાં આવ્યા હતાં અને રૂમનો દરવાજો બંધ કરી અંદરથી સ્ટોપર મારી એકદમ મને પકડી પાડી નીચે પાડી દીધી હતી. તે વખતે મેં તેમને આમ નહીં કરવા વિનંતી કરી હતી તેમ છતાં મારી મરજી વિરૂદ્ધ મારા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તેના એક મહિના અગાઉ પણ આ રીતે સવારે શાળામાં કોઇ પણ કામનું બહાનુ કાઢીને અડધો કલાક વહેલા બોલાવી ઘણી વખત જ્યારે શાળામાં કોઇ શિક્ષક કે વિદ્યાર્થીઓ આવેલા ના હોય તેવા સમયે મને એકલીને સ્કૂલમાં વહેલા બોલાવી મારા ક્લાસરૂમમાં લઇ જઇ કુલ ચારેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સંજેલી પોલીસે શિક્ષિકાનું મેડિકલ કરાવ્યું હતું. આચાર્ય હુરસિંગભાઇની ધરપકડ કરીકોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં નાખી દેવાનો હુકમ કર્યો હતો.

  વિડિયો વાયરલ થયો હતો

  ભામણ ગામની પ્રાથમિક શાળાના નામે પાંચ વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતાં. આ વિડિયોમાં એક પુરૂષ અને મહિલાને ચુંબન કરતો જોવા મળ્યો હતો. આ વિડિયો ભામણની શાળાનો જ હોવાની પુષ્ટિ થતાં તપાસના આદેશ અપાયા હતાં. અંતે શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

  શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવાની ધમકી આપતો

  શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતુ ંકે, દુષ્કર્મ આચરીને આ વાત કોઇને કહીશ તો જાન”થી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ સાથે શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવાની ધમકી આપી દબાણ કરતો હોઇ કોઇને જાણ કરી ન હતી. પતિને જાણ કરશે તો તેને પણ મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.

  ચાર મહિના પહેલાં રેકોર્ડિંગ કરાયું હતું

  ભામણની શાળામાં આચાર્ય અને શિક્ષિકા વચ્ચેના પ્રેમાલાપનો વિડિયો ચાર મહિના પહેલાં ઉતારાયો હોવાનું જાણવા મળ્યું છે. કોઇ વ્યક્તિ દ્વારા આચાર્યની ઓફીસની પાછળની બારી પાસે સીસી ટીવી કેમેરા ગોઠવીને તેનું સીપીયુ નજીકના મકાનમાં મુક્યું હતું. ત્યારે જો વિડિયો ચાર માસ પહેલાં ઉતારાયો હોય તો અત્યારે વાયરલ કરવા પાછળનો હેતુ શું તે પાછળ રહસ્ય ઘુટાંઇ રહ્યું છે.

  બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે

  ટીપીઓને તપાસ સોંપીને રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગરથી આવેલા આદેશ મુજબ બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. – એન.જી વ્યાસ, પ્રા.શિક્ષણાધિકારી,દાહોદ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: