દાહોદના રેલવે વર્કશોપમાં સ્ટોર રૂમના તાળા તોડીને ચોરીનો પ્રયાસ

લેબર કોન્ટ્રાકમાં કામ કરતાં 3નું પરાક્રમ RPF દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ

  • Dahod - દાહોદના રેલવે વર્કશોપમાં સ્ટોર રૂમના તાળા તોડીને ચોરીનો પ્રયાસ

    દાહોદ શહેરના રેલવે કારખાનાના સ્ટોર રૂમના તાળા તોડીને લેબર કોન્ટ્રાકમાં કામ કરતાં ત્રણ યુવકોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આરપીએફ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

    દાહોદ શહેરની રેલવે કોલોનીમાં ત્રણ રસ્તા ઉપર રહેતાં અજય મહેન્દ્ર શુક્લા, રતલામ ખાતે રહેતો રાજા અને પરેલના ધોબીઘાટ વિસ્તારમાં રહેતો ટીનુ મહાવર ઉર્ફે ટીનુ રેલવે કારખાનામાં લેબર કોન્ટ્રાકમાં કામ કરતાં હતાં. આ ત્રણે યુવકોએ ભેગા મળીને 30 તારીખની બપોરના અઢી વાગ્યાના અરસામાં રેલવે કારખાનામાં આવેલા એલ.આર.એસ પાવર હાઉસ ખાતે ચોરી કરવાના ઇરાદે સ્ટોર રૂમના તાળા તોડ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં આરપીએફના સોમનાથ સકપાળે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    તાળા તોડનારા પકડાયા બાદ ખબર પડી શકે

    કોપર અને ચાંદી સહિતનો સામાન હોય છે એલ.આર.એસ સ્ટોર રૂમમાં એન્જીનમાં વપરાતો સામાન રાખવામાં આવે છે. આ સ્ટોર રૂમમાં ચાંદી અને કોપર પણ હોય છે. ત્યારે કઇ વસ્તુ ચોરવા માટે આ તાળા તોડવામાં આવ્યા તે ત્રણે પકડાયા બાદ ખબર પડે તેમ છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: