દાહોદના રળિયાતી માર્કેટ રોડની દુકાનમાંથી તેલના ડબ્બા ચોરાયાં

દાહોદ31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કુલ રૂપિયા 9540ના તેલના ડબ્બાની ચોરી
  • તસ્કરો વિરૂદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ

જનકપુરી સોસાયટીમાં રહેતા અને રળીયાતી રોડ ઉપર લક્ષ્મી ટ્રેડીંગ નામની કરિયાણાની દુકાન ચલાવતાં હોતચંદ મગનલાલ ગુરનાની તા.20મીના રોજ રાત્રીના આઠ વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તે રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ તેમની દુકાનને નિશાન બનાવી દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં ઘુસી સામાન વેરવિખેર કરી દુકાનમાં રાખેલા પામોલીન તેલના 15 કિલોનાના 5 ડબ્બા જેની કિંમત 8100 તથા એક 15 લીટર કપાસીયા તેલનો ડબ્બો કિંમત 1440 મળી કુલ 9540ની કિંમતના તેલના ડબ્બા ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે સવારે દુકાન ખોલવા જતાં દુકાનના તાળા અને નકુચા તુટેલા જોવાતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે મગનલાલ ગુરનાનીએ દાહોદ શહેર પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: