દાહોદના યુવાનનું ગુમ થયેલું પાકિટ આધેડે પરત કર્યું

દાહોદના દેસાઈવાડમાં રહેતા દિપેશ.બી.શાહના પુત્ર પ્રાર્થનને અમદાવાદ ખાતે સી.એ.નો અભ્યાસક્રમ ચાલુ હોઈ ત્યાંની ફી…

  • Dahod - દાહોદના યુવાનનું ગુમ થયેલું પાકિટ આધેડે પરત કર્યું

    દાહોદના દેસાઈવાડમાં રહેતા દિપેશ.બી.શાહના પુત્ર પ્રાર્થનને અમદાવાદ ખાતે સી.એ.નો અભ્યાસક્રમ ચાલુ હોઈ ત્યાંની ફી ભરવા માટે તેઓએ બેન્કમાંથી સાંજે જ પૈસા ઉપાડ્યા હતા. દાહોદના નગરપાલિકા વિસ્તારમાં ભાજીપાંવ લેવા ગયા ત્યારે તેમના ખિસ્સામાંથી પૈસા ભરેલું પાકીટ પડી ગયું હતું. બધે જ શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ અતોપતો નહીં જડતા તેઓએ હતાશ થઈને અમદાવાદ જવાનું માંડી વાળ્યું હતું. દરમ્યાનમાં નીલમ સોસાયટી પાસે રહેતા અને ચિકનનો વ્યવસાય કરતા અસગરભાઈ ભટીયારા અને તેમના પત્ની, દેસાઈવાડથી પસાર થતાં તેમનું ધ્યાન પાકીટ પર પડતા તેઓએ તે લઈને માલિકની શોધખોળ આદરી હતી. અસગરભાઈએ મનિષ જૈનને જાણ કરતા પાકીટમાંના કાર્ડના આધારે માલિકની શોધ કરતા દિપેશ શાહનો સંપર્ક શક્ય બનતા પાકીટ સાથે તેમાં રહેલા રોકડ રૂ. 20,000 અને એ.ટી.એમ., આધાર કાર્ડ વગેરે પરત કરતા જીવમાં જીવ આવ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: