દાહોદના મોટા ઘાંચીવાડામાં ફોગિંગ કરવા ગયેલી ટીમ ઉપર બાળકોનો પથ્થરમારો

4 કર્મીને ગેબી ઇજા : નાના મશીનમાં આગ લાગી ગઇ આગેવાનો દ્વારા બાળકોમાં જાગૃતિ લવાય તે જરૂરી

  • Dahod - દાહોદના મોટા ઘાંચીવાડામાં ફોગિંગ કરવા ગયેલી ટીમ ઉપર બાળકોનો પથ્થરમારો

    દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તાર રોગચાળાગ્રસ્ત હોવાને કારણે સોમવારે દિવસ દરમિયાન સર્વેલન્સની કામગીરી બાદ રાતના સમયે ટીમો ફોગિંગ કરવા માટે ગઇ હતી. ફોગિંગ ચાલી રહ્યું હતું ભેગા થયેલા વિસ્તારના રમતિયાળ બાળકો દ્વારા ધુમાડાનો લાભ લઇને ફોગિંગ કરતાં કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ફોગિંગ કરી રહેલાં કર્મચારીઓમાં ફરીદભાઇ કાજી, શંકરભાઇ પ્રજાપતિ, દીલીભાઇ નીમા અને અરવીંદભાઇ કેવળને પથ્થરો વાગતાં ગેબી ઇજા થઇ હતી. આ ઘટનાથી ફોગિંગ કરતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. નાનુ ફોગિંગ પડી જવાને કારણે તેમાં આગ લાગી ગઇ હતી

    …અનુ. પાન. નં. 2

    અમારે કામ કરવું છે પણ કરવા દેતા નથી

    રાતના સમયે ટીમો મોટાઘાંચીવાડામાં ફોગિંગ કરવા માટે ગઇ હતી. ત્યારે ધુમાડાનો લાભ લઇને બાળકોએ ટીમ ઉપર પથ્થરો ફેક્યાં હતાં. જેમાં ચાર કર્મચારીઓને ઇજા થઇ છે. એક મશીનમાં આગ લાગી ગઇ હતી જ્યારે મોટા મશીનને નુકસાન પણ થયું છે. અમારે કામ કરવું છે પણ કામ કરવા દેતાં નથી.પી.જી રાયચંદાની, ચીફ ઓફીસર, દા.ન.પા

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: