દાહોદના બે પોલીસ કર્મીઓની પ્રશંસાચંદ્રક માટે પસંદગી કરાઇ

  • LCB અને બોમ્બ ડીફ્યુઝડ સ્કવોડના હેડ કોન્સ્ટેબલની પસંદગી

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:00 AM IST

દાહોદ. કોરોના વાયરસની વૈશ્વિક મહારામારી, તહેવાર, આંદોલનો તેમજ મહત્વના બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ તંત્ર હંમેશા ખડેપગે રહે છે. ત્યારે પોલીસની આ ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજ્યભરમાંથી પ્રશંસાચંદ્રક એનાયત કરવા માટે 110 પોલીસ અધિકારી, કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દાહોદના બે પોલીસ કર્મચારીઓની પસંદગી કરી હતી.

જેમાં દાહોદ એલ.સી.બી.માં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કરણભાઇ બચુભાઇ ડામોર તથા દાહોદ બોમ્બ ડીફ્યુઝડ સ્કવોર્ડમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સોમજીભાઇ મંગળાભાઇ હઠીલાને પણ આ પ્રસ્તીચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બંને પોલીસ જવાનોએ દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: