દાહોદના પીપલેશ્વર મહાદેવ મંદિર ચાકલીયા રોડ થી કાલીડેમ સુધી હિંદુ એકતા સંગઠન દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ

 
 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ચાકલીયા રોડ સ્થિત પીપલેશ્વર મહાદેવ થી કાલીડેમ સુધી આજ રોજ તા.૨૭/૦૮/૨૦૧૮ સોમવારે હિંદુ એકતા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાવડ યાત્રા ચાકલીયા રોડ પીપલેશ્વર મહાદેવ મંદિરથી નીકળી અંડરબ્રિજ થઈ માણેક ચોક થી ભગિની સમાજ વાળા રસ્તે સ્ટેશન રોડ પર આવેલ વૈજનાથ મહાદેવ થઈ કાલી ડેમના કેદારનાથ મહાદેવ (શંકર ભગવાન) ના મંદિરે અભિષેક કરી સંપન્ન કરવામાં આવી હતી.
આ કાવડ યાત્રાનું આયોજન ઇન્દ્રકુમાર કરમચંદની તથા પવનભાઈ મોર્ય તથા અન્ય ભક્તો દ્વારા કરવામાં આવ્યુ હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: