દાહોદના નાના ડબગરવાડમાં બે કોમ વચ્ચે ધિંગાણું : 21 સામે ફરિયાદ

  • તલવાર, પાઇપ ઉછળ્યા, ચારને ઇજા : સાતની ધરપકડ કરાઇ

દિવ્ય ભાસ્કર

Jul 26, 2020, 04:00 AM IST

દાહોદ. શહેરના નાના ડબગરવાડમાં શુક્રવારની રાત્રે બે કોમના છોકરાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બીચકતા એક ચોક્કસ કોમના 20થી વધુના ટોળાએ શસ્ત્ર તલવાર, હોકી, પાઇપ, લાકડી જેવા મારક હથિયારોથી હુમલો કરી ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે 21 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાયો હતો. દાહોદ શહેરના ડબગરવાડમાં કોરોનાના કેસો નોંધાતા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારને પતરા મારી સીલ કરવામાં આવ્યો છે. ત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા મનોજભાઇના છોકરાને આ જ વિસ્તારમાં રહેતા છોકરા સાથે શનિવારે રાત્રે 8.45 વાગ્યાના અરસામાં કોઇ કારણોસર બોલાચાલી થઇ હતી.

21 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી પોલીસે સાત હુમલાખોરોની ધરપકડ કરી
જેની અદાવતમાં આ વિસ્તારમાં રહેતા નવાબ શરીફ પટેલ, સહીદવલી પટેલ, અલીભાઇ ફીરોજભાઇ પટેલ, ફીરોજભાઇ આમલેટવાળો, સિકંદર, કાદીર ગલ્લાવાળો, પરવેઝ, શાહરૂખ, મહંમદભાઇ બજારીયા, ગફારભાઇ મુસાભાઇ બજારીયા, શકીલ, અરબાઝ, ઇરફાન ભુરીયો, સઇદ સલમાનભાઇ બજારીયા, તનવીર સઇદ બજારીયા, હાસીમ મહંદમભાઇ બજારીયા, આફતાબ ફીરોજભાઇ પટેલ, ઇકબાલ મુસા સામ તથા સલ્લુનો છોકરો વગેરેએ રાતના ભેગા મળી મંડળી બનાવી તલવાર, હોકી, પાઇપ, લાકડી જેવા મારક હથિયારો સાથે ધસી આવી હુમલો કરી અશોકભાઇ કનુભાઇ દેવડા, પંકજભાઇ જયંતીભાઇ દેવડા, ચેતનભાઇ ભગવાનદાસ દેવડા, અંકીતભાઇ જસવંતભાઇ પરમારને તલવાર, લાકડી, પાઇપ વડે જીવલેણ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી ધિંગાણુ મચાવતાં નાસભાગ મચી ગઇ હતી. આ સંદર્ભે નાના ડબગરવાડમાં રહેતા ભીખાભાઇ કનુભાઇ દેવડાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં 21 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી પોલીસે સાત હુમલાખોરોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે


Related News

Comments are Closed

%d bloggers like this: